આણંદ જિલ્લામાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 06 નગરપાલિકાઓ ખાતે સવારે 7:00 કલાકથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. શરૂઆતના બે કલાક એટલે કે સવારે 9:00 વાગ્યા સુધી મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની કતારો જોવા મળી, જેમાં યુવાનો, મહિલાઓ તેમજ વડીલો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા તથા વ્યવસ્થાના યોગ્ય બંદોબસ્ત વચ્ચે મતદાન સુચારુ રીતે ચાલી રહ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી: પ્રથમ બે કલાકમાં મતદારોમાં ઉત્સાહ