Advertisement

આણંદ જિલ્લામાં ખનન માફિયા સામે કાર્યવાહી, 115 કેસ અને કરોડોની વસુલાત

આણંદ જિલ્લામાં ખનન માફિયા સામે કાર્યવાહી, 115 કેસ અને કરોડોની વસુલાત


આણંદ, શુક્રવાર: મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આણંદ દ્વારા મે 2025 થી નવેમ્બર 2025 દરમિયાન આણંદ જિલ્લાના ખનીજસભર વિસ્તારોમાં એટલે કે ખાનપુર, ખેરડા, અહીમા, સીલી, પ્રતાપપુરા, રાજુપુરા, ઈસરવાડા, ઈન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડ અને લાલપુરા ગામો ખાતે બિનઅધિકૃત ખનન સંગ્રહ વહન અટકાવવા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.


ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે તપાસણી હાથ ધરતા કુલ 88 ડમ્પર 16 એક્સ્વેટર મશીન 5 ચાઇના અને છ યાત્રિક નાવડિયો એમ કુલ મળી અંદાજિત રૂપિયા 16.60 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરીને કુલ 115 કેસ પૈકી ₹2.52 કરોડ રૂપિયાની વસૂલાત કરી સરકારશ્રીમાં જમા કરાવવામાં આવી છે. 


આમ આણંદ જિલ્લામાં ખનીજસભર વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે અને બિનઅધિકૃતખંડન સંગ્રહ કે વહન કરતા લોકો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરીને મુદ્દા માલ જપ્ત કરવામાં આવે છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની આણંદની કચેરીના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા આણંદ જિલ્લાના બિન અધિકૃત રીતે ખનન,સંગ્રહ કે વહન કરતા લોકોને તાકીદ કરવામાં આવી છે કે આવી કામગીરી ન કરવા અન્યથા આવા લોકોનો સામાન જપ્ત કરવાની અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે. 


Advertisement