આણંદ: આણંદ જિલ્લામાં એલપીજી ગેસ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ટીમ અને તાલુકા મથકે મામલતદાર શ્રી પુરવઠાની ટીમ બનાવીને ગેસ સિલિન્ડરની કાળા બજારી તથા સંગ્રહખોરી રોકવા માટે આકસ્મિક તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ગેસધારકોને સમયસર એલપીજી ગેસ મળી રહેશે.
કોઈપણ વ્યક્તિને એલપીજી ગેસ ના મળતો હોય અને ગેસ એજન્સી દ્વારા કાળા બજારી કે સંગ્રહખોરી કરવાનું ધ્યાનમાં આવે તો જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, આણંદ નો અથવા તાલુકા મથકે મામલતદાર કચેરીનો સંપર્ક સાધવા પણ જણાવવામાં આવ્યું છે.