આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે મોટો રાજકીય દબદબો નોંધાવ્યો છે, જેમાં કુલ 42 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસનો ગઢ માનાતા આણંદ જિલ્લામાં ભાજપાએ આ વખતેએકસાથે મોટો દાવ ખેલતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવ્યો છે. જિલ્લા ભાજપા પ્રમુખ સંજય પટેલ અને સાંસદ મિતેષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સિદ્ધિમાં સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા ભાજપાના મહામંત્રીઓની વ્યૂહરચનાનો મહત્વનો ફાળો રહ્યો છે. એકસાથે 42 બેઠકો બિનહરીફ થવી આણંદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બની હોવાનું જણાવાયું છે. આ સફળતા બદલ જિલ્લા ભાજપા પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ તેમજ ધારાસભ્યોએ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી.