Advertisement

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ


આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ મતદારોને લોકશાહીનો ઉત્સવ ગણાતા મતદાનમાં સક્રિય ભાગ લેવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મતદાન દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે, અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. મતદારોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પ્રવીણ ચૌધરીએ ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરતા મતદારોને પ્રેરિત કરતા કહ્યું કે તેઓ નિર્ભય અને નિષ્પક્ષ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવે.

Advertisement