Advertisement

આણંદ ગામડી હાઈવે બ્રિજ પાસે તબેલામાં લાગી આગ, ફાયર ટીમે સમયસર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

આણંદ ગામડી હાઈવે બ્રિજ પાસે તબેલામાં લાગી આગ, ફાયર ટીમે સમયસર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

આણંદ ગામડી હાઈવે બ્રિજ નજીક તબેલામાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ટીમે ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.

ફાયર ટીમની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement