Advertisement

આણંદ બ્રેકિંગ: ગંભીરા મહીસાગર નદીમાં વધુ એક મોટી દુર્ઘટના ટળી

આણંદ બ્રેકિંગ: ગંભીરા મહીસાગર નદીમાં વધુ એક મોટી દુર્ઘટના ટળી

આણંદ જિલ્લાના ગંભીરા ખાતે મહીસાગર નદીમાં આજે સવારે વધુ એક મોટી દુર્ઘટના થતાં થતા રહી ગઈ હતી. ગંભીરા ઘાટ પાસે આશરે ૨૫ જેટલા મુસાફરો ભરેલી એક બોટ અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. સદનસીબે તમામ મુસાફરોનો સમયસર આબાદ બચાવ થતા કોઈ જાનહાની થઈ નથી.


પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નોકરીયાત વર્ગના લોકો ગંભીરાથી સામે કિનારે જવા માટે નાવડીમાં સવાર થયા હતા. તે દરમિયાન પુનમના કારણે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી હતી, જેના કારણે નાવડીનું સંતુલન બગડતાં અકસ્માત સર્જાયો હતો.


સ્થાનિકોમાંથી મળતી માહિતી પ્રમાણે નાવ ચાલકો ગેરકાયદેસર રીતે બેફામ નાવડીઓ ચલાવી રહ્યા છે. તંત્ર દ્વારા અગાઉથી નાવડી ચલાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં નિયમોની ઐંસી તેંસી કરી નાવડી ચલાવવામાં આવી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.


આ ઘટનાએ તંત્રની ઘોર બેદરકારીને ફરી એકવાર સામે લાવી છે. જો સમયસર બચાવ કામગીરી ન થઈ હોત તો મોટી જાનહાની થઈ શકી હોત. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


હવે જોવાનું રહ્યું છે કે આવી ઘટનાઓ પછી પણ તંત્ર ક્યારે જાગે છે અને ગેરકાયદેસર નાવડી ચલાવનારા સામે કડક કાર્યવાહી ક્યારે કરશે.

Advertisement