આણંદ બ્રેકિંગ | બિલપાડમાં ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું!

આણંદ બ્રેકિંગ | બિલપાડમાં ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું!

આણંદ ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન સામે સપાટો બોલાવ્યો છે.

આણંદ ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર સંકેત પટેલ અને પાવન બારોટની ટીમે આણંદ જિલ્લાના બિલપાડ ગામ ખાતે ચાલતા ગેરકાયદેસર માટી ખનનનો પર્દાફાશ કર્યો છે.

કાર્યવાહી દરમિયાન ખાણ ખનીજ વિભાગે ૧ JCB મશીન અને ૪ ડમ્પર જપ્ત કર્યા છે.

બિલપાડ ખાતે ગેરકાયદેસર રીતે થઈ રહેલા માટી ખનન સામે વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે હવે આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર...