આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોની નર્મદાના પાણી માટેની લડત હજુ અટકવાની નથી!
સરકારે હાલની ખરીફ ડાંગરની સીઝન માટે વણાકબોરી ડેમમાંથી 5 હજાર ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કર્યો છે, જેને ભારતીય કિસાન સંઘે આવકાર્યો છે.
પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, આ માત્ર ચાલુ સીઝન પૂરતી કામચલાઉ વ્યવસ્થા છે. આણંદ અને ખેડા જિલ્લાની જમીનોને નર્મદા સિંચાઈ વિસ્તારમાં કાયમી સમાવેશ કરીને નિયમિત સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ આગામી 9 સપ્ટેમ્બરે ખંભાત ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે.
જો ત્યારબાદ પણ કાયમી ઉકેલ નહીં આવે તો 14 સપ્ટેમ્બરે તારાપુર-વટામણ ચોકડી રોડ પર ગલિયાણા ગામ પાસે હાઈવે ચક્કાજામ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
🚜 તો હાલ માટે પાણી મળવાની રાહત મળી છે, પરંતુ કાયમી નર્મદા પાણીની માંગ સાથે ખેડૂતોની લડત હજુ યથાવત છે!