Advertisement

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

આણંદ આરટીઓ કચેરી દ્વારા વાહન માલિકોને પસંદગી નંબર માટે નવી ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં GJ23-EL સીરિઝ (0001 થી 9999) ઉપલબ્ધ છે. રસ ધરાવતા અરજદારો Parivahan Sewa વેબસાઇટ પર નોંધણી કરીને 4 મે થી 8 મે સુધી અરજી કરી શકે છે અને 8 મે થી 10 મે દરમિયાન બિડિંગ કરી શકે છે. નોંધનીય છે કે સેલ તારીખથી 60 દિવસની અંદર અને CNA ફોર્મ 7 દિવસમાં ભરનાર અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે.

Advertisement