આકાશમાં કુદરતનો અજોડ ચમત્કાર! ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 KM લાંબી વાદળોની દીવાલે બધાને ચોંકાવ્યા.

આકાશમાં કુદરતનો અજોડ ચમત્કાર! ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 KM લાંબી વાદળોની દીવાલે બધાને ચોંકાવ્યા.

અંતરિક્ષમાંથી લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં ભારતથી લઈને સાઉથ કોરિયા સુધી આશરે 7,000થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે. ઉત્તર ભારત, હિમાલય, ચીન અને પૂર્વ એશિયા સુધી ફેલાયેલું આ દૃશ્ય હવામાન નિષ્ણાતો માટે પણ આશ્ચર્યજનક બન્યું છે. આ ઘટનાને 'મોનસૂન કન્વર્જન્સ ઝોન' તરીકે ઓળખવામાં આવી રહી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હિંદ મહાસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને એશિયાની સક્રિય હવામાન પ્રણાલીઓ ભેગી થતાં આ વિશાળ વાદળોની પટ્ટી સર્જાઈ છે. તેના કારણે ભારતના મધ્ય, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે વાદળો આગળ વધીને ચીન, જાપાન અને સાઉથ કોરિયા સુધી પહોંચી ગયા છે.

આ સક્રિય ચોમાસાને કારણે છેલ્લા બે દિવસમાં ભારતમાં સામાન્ય દૈનિક ચોમાસાના વરસાદ કરતાં અંદાજે 170થી 180 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેનાથી જળાશયો અને ખેતીને મોટો ફાયદો થયો છે.

જોકે ભારે વરસાદ રાહત લઈને આવ્યો છે, બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં પૂર, ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનો ખતરો પણ વધ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.