આણંદના સાંસદ મિતેશ પટેલએ આજથી શરૂ થયેલી સ્વ-વસ્તી ગણતરી (Self-Enumeration) પ્રક્રિયામાં પોતાનું ફોર્મ ભરીને અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે નાગરિકોને પણ ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી પોતાની અને પરિવારની માહિતી નોંધાવવા અપીલ કરી હતી.
સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં શરૂ કરાયેલી આ સ્વ-વસ્તી ગણતરી પદ્ધતિથી લોકો ઘરે બેઠા જ સરળતાથી માહિતી આપી શકશે, જેના કારણે સમયની બચત સાથે પ્રક્રિયામાં પારદર્શિતા પણ વધશે. તેમણે દરેક નાગરિકને જવાબદારીપૂર્વક અને સમયસર ફોર્મ ભરવા અનુરોધ કર્યો હતો.
જનગણના-2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી આ Self-Enumeration વ્યવસ્થા દ્વારા લોકો પોતાની વિગતો સ્વયં ઓનલાઈન અપલોડ કરી શકશે, જે આગામી વિકાસલક્ષી યોજનાઓ અને સરકારી આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.