મેષ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કાર્યમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધીરે-ધીરે આપના કામનો ઉકેલ આવે.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
મિથુન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સરળતા જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા અનુભવાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહન ના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.