આજના ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ મુજબ તમારી રાશિ શું કહે છે? કોના માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે અને કોણે સાવધાની રાખવી પડશે? વાંચો તમારું સંપૂર્ણ રાશિફળ.
મેષ (Aries)
દેશ-પરદેશના કાર્યોમાં અને ખાસ કરીને આયાત-નિકાસ (Import-Export) ના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે. સંયુક્ત વેપારમાં ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળી રહેશે.
વૃષભ (Taurus)
આજે તમારે શારીરિક અને માનસિક શાંતિ જાળવવી અત્યંત જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સામાજિક કે વ્યવહારિક કાર્યોમાં થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે.
મિથુન (Gemini)
લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામોનો ઉકેલ આવતા માનસિક શાંતિ અનુભવાશે. અગત્યના નિર્ણયો લેવામાં આજે સરળતા રહેશે અને પરદેશ જવા ઈચ્છુકો માટે સારા સમાચાર મળી શકે છે.
કર્ક (Cancer)
કાર્યક્ષેત્રમાં હરીફો કે ઈર્ષ્યા કરનાર લોકો તમારી મુશ્કેલી વધારી શકે છે. કોર્ટ-કચેરીના કામકાજમાં વધુ દોડધામ અને ખર્ચ થવાની સંભાવના છે, તેથી સંભાળીને ચાલવું.
સિંહ (Leo)
અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને જે કામમાં વિલંબ થતો હતો તેનો ઉકેલ આવશે. સમાજમાં કે ઓફિસમાં તમારા કામની કદર અને પ્રશંસા થશે.
કન્યા (Virgo)
આજે કામકાજમાં થોડી પ્રતિકૂળતા જણાઈ શકે છે. જમીન, મકાન કે વાહનને લગતા સોદાઓમાં ઉતાવળ ન કરવાની સલાહ છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું.
તુલા (Libra)
વિદેશને લગતા કામકાજમાં પ્રગતિ થશે અને મહત્વની મુલાકાતો ફળદાયી નીવડશે. નોકરીમાં સહકર્મીઓ અને ઘરના નોકર-ચાકરનો સારો સહકાર પ્રાપ્ત થશે.
વૃશ્ચિક (Scorpio)
આજે વ્યવસાયિક કાર્યોની સાથે સામાજિક જવાબદારીઓમાં પણ વ્યસ્ત રહેવાનું થશે. દિવસના અંતે કામનો ઉકેલ આવતા હળવાશનો અનુભવ કરશો.
ધન (Sagittarius)
તમારી ગણતરી અને ધારણા મુજબના કામ પૂરા થતા મન પ્રફુલ્લિત રહેશે. રાજકીય કે સરકારી કામકાજમાં આજે મોટી સફળતા મળી શકે છે.
મકર (Capricorn)
શેરબજાર, બેંકિંગ કે વીમા કંપનીના કામકાજમાં ખૂબ જ સાવધાની રાખવી. સાસરી પક્ષ કે મોસાળ પક્ષે કોઈના સ્વાસ્થ્યની ચિંતા તમને સતાવી શકે છે.
કુંભ (Aquarius)
આકસ્મિક રીતે કોઈ સારી તક મળતા તમારા કામો ઝડપથી પૂર્ણ થશે. સીઝનલ ધંધો કરનારા વેપારીઓ માટે આજનો દિવસ આર્થિક રીતે લાભદાયી રહેશે.
મીન (Pisces)
સવારથી જ કાર્યની વ્યસ્તતા જોવા મળશે. સતત કામમાં રહેવાનું બનશે. જમીન-મકાન ખરીદવા કે વાહનને લગતા કામકાજ માટે આજનો દિવસ ઉત્તમ છે.