Advertisement

​આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણી લો 12 રાશિઓનું રાશિફળ.

​આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણી લો 12 રાશિઓનું રાશિફળ.

મેષ : બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાતા જાય પરંતુ ત્યારબાદ આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય.


વૃષભ : દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત થતી જાય.


મિથુન : દેશ-પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સાનુકુળતા રહે. પરંતુ દિવસાન્તે કામ અંગે વ્યસ્તતા જણાય.


કર્ક : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. આળસ રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ કામમાં વ્યસ્ત થતાં જાવ.


સિંહ : ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે. બપોર પછી આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.


કન્યા : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સરળતા થતી જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.


તુલા : સંતાનના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.


વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.


ધન : અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ પ્રતિકુળતા થતી જાય.


મકર : આપના કામકાજમાં સાનુકુળતા જણાય. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહયોગ મળી રહે. હર્ષ-લાભ અનુભવો.


કુંભ : આપના અગત્યના કામકાજનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકુળતા મળી રહે. આનંદ રહે.


મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા-દ્ધિધાના લીધે કામકાજમાં મન લાગે નહીં.


- અગ્નિદત્ત પદમનાભ

Advertisement