Advertisement

આજનો દિવસ કોના માટે શુભ? વાંચો તમારું દૈનિક રાશિફળ

આજનો દિવસ કોના માટે શુભ? વાંચો તમારું દૈનિક રાશિફળ

મેષ : આપના યશ-પદ-ધનનો વધારો થાય તેવું કામકાજ થઈ શકે. સંયુક્ત ધંધામાં આપને ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.


વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. વ્યસ્તતા જણાય. પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.


મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે.


કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાંકીય લેવડ-દેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.


સિંહ : આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.


કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય. ખર્ચ રહે.


તુલા : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.


વૃશ્ચિક : કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી. ચિંતા રહે.


ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્વના નિર્ણયોમાં ચર્ચા-વિમર્શ કરી લેવા.


મકર : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.


મીન : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં વિલંબ જણાય. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાણીની સંયમતા રાખવી.

Advertisement