Advertisement

આજે વિધાનસભામાં હર્ષ સંઘવી રજૂ કરશે UCC બિલ

આજે વિધાનસભામાં હર્ષ સંઘવી રજૂ કરશે UCC બિલ

તાજેતરમાં ગુજરાત સરકારને UCC કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો, જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રજૂ કરાયો હતો. આ રિપોર્ટ બાદ હવે રાજ્ય સરકારે આ કાયદો બનાવવાની પ્રક્રિયા ઝડપી કરી છે અને આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરવામાં આવશે.

આજે વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેમાં પ્રથમ 60 મિનિટ પ્રશ્નોત્તરી કાળ રહેશે અને ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે UCC વિધેયક રજૂ કરાશે.

આજના સત્ર દરમિયાન કુલ ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થવાનું છે. ઉપરાંત 10 વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે અને 11 બોર્ડ-કોર્પોરેશનના અહેવાલો રજૂ કરાશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અંગે સંકલ્પ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારે UCC માટે 2025માં કમિટીની રચના કરી હતી, જેમાં એક વર્ષ દરમિયાન વિવિધ મતો અને અભિપ્રાયો મેળવ્યા બાદ અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

Advertisement