Advertisement

આજે નડિયાદ શહેર સહિત‎જિલ્લામાં શાળાઓ બંધ રહેશે‎

આજે નડિયાદ શહેર સહિત‎જિલ્લામાં શાળાઓ બંધ રહેશે‎

નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં વરસેલા ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ મામલે તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેર સહિત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

હજી આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે કોઈ આકસ્મિક ઘટના ન બને તેમ જ તકેદારી અને સાવચેતીના પગલાના ભાગરૂપે ખેડા જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ 28 જુલાઈ સોમવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.

સ્થિતિ સામાન્ય કરવા માટે નડિયાદ મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્ર દોડતું થયું છે. બીજી તરફ નડિયાદ શહેરમાં વરસેલા 10 ઇંચ વરસાદ અને પગલે તમામ વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઇ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં દર વખતની જેમ સંતરામ મંદિર દ્વારા સેવા શરૂ કરવામાં આવી હતી અને અનેક વિસ્તારોમાં તેમજ હોસ્પિટલોમાં ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.

Advertisement