આણંદ શહેરના વોર્ડ નં. 8 વિસ્તારમાં આજે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિસ્તારના મૂળભૂત પ્રશ્નો જેમ કે રસ્તા, પાણી અને સફાઈ જેવી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકોએ ખુલ્લા મનથી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને સંબંધિત આગેવાનો દ્વારા સમસ્યાઓના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા લોકોએ પોતાના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધવાનો અવસર મળ્યો હતો, જેનાથી સ્થાનિક સ્તરે વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આજ રોજ વોર્ડ નંબર 8 માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું