આંકલાવમાં કોલેજ વિદ્યાર્થીઓ માટે તમાકુ નિયંત્રણ વર્કશોપ
આંકલાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) હેઠળ આંકલાવ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે તમાકુ નિયંત્રણ પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં જિલ્લા આરોગ્ય વિભાગના ઇ.એમ.ઓ. ડો. રાજેશ પટેલે હાજરી આપી હતી. તેમણે તમાકુના સેવનથી થતા શારીરિક નુકસાન અને જીવલેણ બીમારીઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડો. પટેલે યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે અપીલ કરી હતી.
આ વર્કશોપનું આયોજન તાલુકા નોડલ ડો. આશુતોષ પટેલ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર વિપુલ સોલંકીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. RBSK ફાર્માસિસ્ટ સૌરવ ઠાકોર, વિપુલભાઈ પરમાર, સંજયભાઈ વાળંદ અને અજિતભાઈ પરમાર સહિતના અન્ય કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત સમાજ નિર્માણ માટે પ્રેરિત કરવાનો હતો.