Advertisement

આંકલાવ-આસોદર માર્ગે રખડતા પશુથી કારનો અકસ્માત:સદનસીબે જાનહાનિ ટળી, પશુને ઈજા

આંકલાવ-આસોદર માર્ગે રખડતા પશુથી કારનો અકસ્માત:સદનસીબે જાનહાનિ ટળી, પશુને ઈજા

આણંદ જિલ્લાના આંકલાવ-આસોદર માર્ગ પર રખડતા પશુઓના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. મંગળવારે સાંજે આ માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કારને અચાનક પશુ આડું પડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં સદનસીબે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ ન હતી. જોકે, કારને મોટું નુકસાન થયું હતું અને આડા પડેલા પશુને પણ ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતે ફરી એકવાર શહેરના માર્ગો પર રખડતા પશુઓની સમસ્યાને ઉજાગર કરી છે. આવા પશુઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં વાહનચાલકોને ઈજા થાય છે અને વાહનોને નુકસાન થાય છે.

આ ઘટના બાદ સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવા ઉગ્ર માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.

Advertisement