અંબાલી ગામના વિદ્યાર્થીને મોબાઇલ ન મળતાં 19 વર્ષની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી
આંકલાવ તાલુકાના અંબાલી ગામના ગુલાબપુરા સીમ વિસ્તારમાં રહેતા અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ ડાભી (ઉ.વ.19)એ મોબાઈલ ફોન ન મળતાં આત્મહત્યા કરી લીધી છે. વાસદ આઈટીઆઈમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અભિષેકે તા.1 જુલાઈના રોજ પિતા પાસે મોબાઈલની માગણી કરી હતી.
પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવાથી હાલ મોબાઈલ ન અપાય તેમ જણાવ્યું હતું. પિતાએ સગવડ થશે ત્યારે મોબાઈલ લઈ આપવાનું કહ્યું હતું. આ વાત અભિષેકને મનમાં લાગી આવતા તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે મહીસાગર નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારજનોએ શોધખોળ કરતા બે દિવસ બાદ નદી કિનારેથી અભિષેકનો મૃતદેહ મળી આવ્યો હતો. આંકલાવ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારજનો અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.