Advertisement

800 કરોડ પાર! ‘ધુરંધર 2’એ 6 દિવસમાં જ મચાવ્યો તોફાન

800 કરોડ પાર! ‘ધુરંધર 2’એ 6 દિવસમાં જ મચાવ્યો તોફાન

રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર 2" એ માત્ર 6 દિવસમાં વર્લ્ડવાઈડ 800 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ જ દિવસે 150 કરોડની કમાણી કરી મોટી ઓપનિંગ મેળવી હતી અને હાલમાં બોલીવુડની બિગ બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મના અંતમાં આપવામાં આવેલા સંકેત અને રણવીર સિંહના ઇમોશનલ સીનના કારણે દર્શકોમાં "ધુરંધર 3" અંગે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં પણ ત્રીજા ભાગને લઈને અનેક અટકળો ચાલી રહી છે અને દર્શકો આતુરતાથી આગામી ભાગની રાહ જોઈ રહ્યા છે.

પરંતુ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ આ તમામ અટકળોને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હાલ "ધુરંધર 3" અંગે કોઈ ચર્ચા ચાલી રહી નથી અને આ બધું માત્ર અફવા છે. સાથે જ તેમણે જણાવ્યું કે ફિલ્મને મળેલો પ્રતિસાદ જબરદસ્ત છે, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Advertisement