Advertisement

29 માર્ચથી અમદાવાદમાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી જ ઉડશે

29 માર્ચથી અમદાવાદમાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી જ ઉડશે

એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવામાં આવશે. આ બદલાવ હેઠળ અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક 210 ફ્લાઈટ્સ હવે ટર્મિનલ-2 પરથી જ ઓપરેટ થશે, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પહેલેથી જ ત્યાંથી સંચાલિત થઈ રહી છે.

આ નિર્ણય મુસાફરોને વધુ સારી સુવિધા અને અનુભવ આપવા માટે લેવામાં આવ્યો છે. ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં ચેક-ઇન કાઉન્ટર્સ, સેલ્ફ બેગેજ ડ્રોપ, ડિજીયાત્રા અને વિવિધ ફૂડ-રિટેલ આઉટલેટ્સનો સમાવેશ થાય છે, જેથી મુસાફરોને વધુ સરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે.

મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા SMS અને ઈ-મેઈલ મારફતે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ મુસાફરોને એરપોર્ટ પર જવા પહેલા પોતાના ટર્મિનલની વિગતો ચકાસી લેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement