સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ગજેરા બંધુઓ સામેના 1900 કરોડના છેતરપિંડી કેસમાં ગુજરાત હાઈકોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે પ્રાથમિક પુરાવાઓને જોતા આ તબક્કે તપાસ રોકવી યોગ્ય નથી.
ફરિયાદ મુજબ ગજેરા બંધુઓએ બોગસ ડિજિટલ સહીનો ઉપયોગ કરીને ફરિયાદીનો કંપનીમાં 43% હિસ્સો ઘટાડીને માત્ર 4.02% કરી દીધો હતો અને મિલેનિયમ માર્કેટની દુકાનોના વેચાણમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી હતી.
આરોપ છે કે અંદાજે 1928 કરોડ રૂપિયા રોકડમાં ઉચાપત કરીને અન્ય પ્રોજેક્ટ્સમાં વાપરાયા હતા અને ખોટા દસ્તાવેજો ROCમાં રજૂ કરીને પરિવારના સભ્યોને ડિરેક્ટર પદેથી દૂર કરાયા હતા.
હાલ આ કેસની તપાસ સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કરવામાં આવી રહી છે અને હાઈકોર્ટના નિર્ણય બાદ તપાસ વધુ તેજ બની મોટા ખુલાસા થવાની શક્યતા છે.
1900 કરોડની છેતરપિંડી કેસમાં વસંત ગજેરાને મોટો ઝટકો: ગુજરાત હાઈકોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી