Advertisement

“16” પાછળ શું છે રહસ્ય? Rahul Gandhiના સંકેતે દેશભરમાં ચર્ચા

“16” પાછળ શું છે રહસ્ય? Rahul Gandhiના સંકેતે દેશભરમાં ચર્ચા

લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા Rahul Gandhiએ પોતાના ભાષણના અંતે અચાનક “16” નંબર લખેલું કાર્ડ બતાવી રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી દીધી હતી. તેમણે હળવી શૈલીમાં વડાપ્રધાન Narendra Modi પર કટાક્ષ કરતા કહ્યું કે “કાલે વડાપ્રધાનમાં એનર્જી ઓછી હતી, અચાનક મને યાદ આવ્યું કે આજે 16 એપ્રિલ છે,” અને 16 નંબર પાછળ કોઈ રહસ્ય હોવાની સંકેતાત્મક વાત કરી. તેમણે આ પઝલ અધૂરી રાખતા કહ્યું કે ટૂંક સમયમાં દેશને આ રહસ્ય સમજાશે, જેના કારણે ચર્ચા અને તર્ક-વિતર્ક વધુ તેજ બન્યા છે.


ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હળવી મજાક સાથે કહ્યું કે “મને અને વડાપ્રધાનને કોઈ ‘વાઇફ ઇશ્યુ’ નથી,” જેના પર સભામાં હાસ્યનું માહોલ સર્જાયો હતો. ત્યારબાદ તેમણે બિલને લઈને કડક વલણ અપનાવતા કહ્યું કે આ મહિલા અનામત બિલ નથી પરંતુ ચૂંટણી નકશામાં ફેરફાર કરવાનો પ્રયાસ છે. તેમના મુજબ, આ બિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારોને અસર પહોંચાડશે અને તેમની ભાગીદારી ઘટાડશે.


રાહુલ ગાંધીએ વધુમાં સરકાર પર આરોપ મૂક્યો કે તે બંધારણીય મૂલ્યોને બાજુ પર મૂકી “મનુવાદી વિચારધારા”ને પ્રોત્સાહન આપી રહી છે અને જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાથી ધ્યાન ભટકાવી રહી છે. તેમણે જાદુગરની એક વાર્તા સંભળાવી સરકારને ઘેરી, જેના પર સત્તાપક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો.


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી Kiren Rijijuએ કોંગ્રેસ પર ઓબીસી અનામતનો વિરોધ કરવાનો આરોપ મૂકતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. સાથે જ સંરક્ષણ મંત્રી Rajnath Singhએ પણ રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરતાં કહ્યું કે વડાપ્રધાનનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમને માફી માંગવી જોઈએ. સમગ્ર ઘટનાક્રમે લોકસભામાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જ્યું હતું.

Advertisement