125 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ઓગસ્ટમાં ગરમીએ લીધો ‘યુ-ટર્ન’

125 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ઓગસ્ટમાં ગરમીએ લીધો ‘યુ-ટર્ન’

125 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ઓગસ્ટમાં ગરમીએ લીધો ‘યુ-ટર્ન’ 

ઓગસ્ટ એટલે વરસાદનો મહિનો…

પણ આ વખતે ઓગસ્ટે જાણે સૂરજનો અવતાર લીધો હોય તેમ ગરમી બતાવી છે!

છેલ્લા 125 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે.

હવામાનના આંકડા પ્રમાણે 1901 પછી 2026નો ઓગસ્ટ દેશનો સૌથી ગરમ ઓગસ્ટ રહ્યો છે.

પણ ગરમીની સાથે વરસાદે પણ લોકોને નિરાશ કર્યા છે.

આ ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશના 350થી વધુ જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

હવે તેની સીધી અસર માત્ર વાતાવરણ પર નહીં, પરંતુ ખેડૂતના ખેતર પર પણ જોવા મળી રહી છે.

વરસાદની ખેંચના કારણે ડાંગર, કપાસ અને તલ જેવા પાકોને મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે.

હવામાનમાં આવેલા આ બદલાવ પાછળ અલ નીનો અને મોન્સૂન બ્રેક જેવા પરિબળોની અસર પણ જોવા મળી રહી છે.

અને હવે સવાલ છે…

સપ્ટેમ્બર શું લઈને આવશે?

હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે.

એટલે ચોમાસાની સિઝન પૂરી થવા આવી છે,

પણ વરસાદની રાહ હજુ પૂરી થઈ નથી.

એક તરફ આકાશમાં વાદળોની રાહ જોતા ખેડૂતો…

બીજી તરફ સતત વધતી ગરમી…

125 વર્ષમાં જે ઓગસ્ટ સૌથી ગરમ રહ્યો,

એ જ ઓગસ્ટ વરસાદ માટે પણ ખોટો સાબિત થયો.

હવે જો સપ્ટેમ્બરમાં પણ વરસાદે દગો આપ્યો…

તો તેની અસર માત્ર તાપમાન પર નહીં,

પરંતુ ખેતરથી લઈને બજાર સુધી જોવા મળી શકે છે.