Advertisement

“12 વાગે પંપ કેમ બંધ કર્યો?” કહી નડિયાદમાં પેટ્રોલ પંપ કર્મચારી પર હુમલો

“12 વાગે પંપ કેમ બંધ કર્યો?” કહી નડિયાદમાં પેટ્રોલ પંપ કર્મચારી પર હુમલો

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપના કર્મીઓ શીફટમાં કામ કરવા બાબતે ઝઘડો થતાં ત્રિપુટી આવી ચારેય શખ્સો ભેગા મળી યુવકને મારમારી ધમકી આપી હતી.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી છે.

નડિયાદના મરીડાગામમાં રહેતા હરપાલ ચૌહાણ ઉં.31 પરિવાર સાથે રહી નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે.તા.28 ડિસેમ્બર સવારે યુવકે બે શીફટમાં નોકરી કરી હતી.જેથી બપોરે યુવકને ઘરે જવું હોવાથી પંપના મેનેજર કરણ ચૌહાણ સાથે વાત કરતા બપોરે 12 વાગે ઘરે જવાનું કહ્યું હતુ.આથી યુવકે બપોરે 12 વાગે પંપનુ મીટર બંધ કરી હિસાબ કરવા ઓફિસમાં જતા હતા. તે સમયે બાજુના ફિલર પર નોકરી કરતા નિતીન આવી યુવકને કહ્યુ હતુ કે તારી બે વાગે શિફટ પૂરી થાય છે, બાર વાગે પંપ કેમ બંધ કર્યો છે,તારા ગ્રાહકો મારા ફિલર પર આવે છે કહી ઝઘડો કર્યો હતો.

આ બાદ યુવક મેનેજરની ઓફિસમાં જતા ત્યાં પણ નિતીન પાછળ આવી અપશબ્દો બોલી લાફા મારી લાત મારી હતી.જેથી કરણ વચ્ચે પડતા નીતીને બહાર નીકળી કોઈને ફોન કરતા એક મોપેડ પર ત્રિપુટી આવી હતી.જે બાદ નીતીને યુવક તરફ ઈશારો કરી આ હરપાલ છે કહેતા ત્રિપુટીએ યુવકને લાફા માર્યા હતા.આ બાદ એક શખ્સે યુવકના પેટમાં અને પીઠમાં લોખંડની પાઇપના ગોદા માર્યા હતા. બીજા શખ્સે ડંડાના છ ફટકા મારી ચારેય શખ્સોએ યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હરપાલ ચૌહાણે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નીતીન કિરણ તળપદા અને અજાણ્યા ત્રણ શખ્સો મળી ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement