Advertisement

111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજવ્યું

111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજવ્યું

ઉમરેઠ: 111-ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. આ લોકશાહીના પર્વમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદ ગોવિંદભાઈ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


 મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા હર્ષદભાઈ પરમારે વડીલોના આશીર્વાદ લીધા હતા. એક જાગૃત નાગરિક અને ઉમેદવાર તરીકે તેમણે મતદાન કરીને લોકશાહીની ગરિમા જાળવવાનો સંદેશ આપ્યો હતો. મતદાન બાદ તેમણે વિજયનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા વિકાસના કામોને પ્રાધાન્ય આપી રહી છે.


 મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ઉમરેઠ વિધાનસભાના તમામ મતદારોને નમ્ર અપીલ કરી હતી:


"મતદાન એ આપણો અધિકાર અને ફરજ બંને છે. મેં મારું મતદાન કર્યું છે, આપ પણ વહેલી તકે મતદાન મથકે પહોંચી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવો."


 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઉમરેઠ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે પીવાના પાણી, શેડ અને અન્ય પાયાની સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement