આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે સવારે 7-00 કલાક થી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 46 ગામોના 306 મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.
આજે સવારે 7-00 કલાકથી મતદાન મથકો ખાતે વહેલી સવારે ઠંડા પહોરે શાંત વાતાવરણમાં પોતાનો મત આપવા માટે મતદારો મતદાન કરવા પહોંચી ગયા છે.
ઉમરેઠ વિધાનસભાના મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો છે. મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી જ મતદાન મથક ખાતે ઉમટી રહ્યા છે તેવું નજરે પડ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભાના મતદારોને વધુમાં વધુ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે અપીલ કરી છે.