Advertisement

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 : ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 : ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે

આણંદ:: 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. 


જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર માટે ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.


આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવનાર છે.


પ્રથમ તબક્કા ની તાલીમ આગામી તારીખ 02 એપ્રિલના રોજ બપોરના 13-00 થી 15-00 કલાક દરમિયાન ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર માટે અને બપોરના 15-00 કલાકથી 17-00 કલાક સુધી પોલિંગ ઓફિસર- 1 માટે તાલીમ યોજાશે.


તારીખ 4 એપ્રિલ ના રોજ ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે બપોરના 13-00 કલાકથી 15-00 કલાક સુધી પોલિંગ ઓફિસર માટે અને બપોર બાદ 15-00 કલાકથી 17-00 કલાક સુધી ફીમેલ પોલિંગ ઓફિસરની તાલીમ યોજવામાં આવનાર છે.


બીજા તબક્કાની તાલીમ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ આગામી તારીખ 10 મી એપ્રિલના રોજ બપોરના 13-00 થી 1500 કલાક સુધી અને 15-00 થી 17-00 કલાક, તારીખ 11 એપ્રિલ ના રોજ બપોરના 13-00 થી 15-00 કલાક અને 15-00 થી 17-00 કલાક દરમિયાન યોજાશે. 


જ્યારે ત્રીજા તબક્કાની તાલીમ આગામી 22મી એપ્રિલ 2026 ના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે સવારે 8:00 કલાક થી શરૂ થશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર - 1, પોલિંગ ઓફિસર અને ફિમેલ કોલીંગ ઓફિસરનો સમાવેશ થાય છે. 


Advertisement