10 લાખની લાંચ… અને 13 નકલી શિક્ષકોને પાસ કરાવવાનો ખેલ!

10 લાખની લાંચ… અને 13 નકલી શિક્ષકોને પાસ કરાવવાનો ખેલ!

10 લાખની લાંચ… અને 13 નકલી શિક્ષકોને પાસ કરાવવાનો ખેલ!

જૂનાગઢની જાણીતી નોબેલ યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજમાંથી શિક્ષણજગતને શર્મસાર કરે એવો મામલો સામે આવ્યો છે.

દિલ્હી CBIએ એવો આક્ષેપ કર્યો છે કે કોલેજમાં રહેલા 13 નકલી શિક્ષકોનું વેરિફિકેશન પોઝિટિવ કરાવવા માટે રૂપિયા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મામલો સામે આવતા CBIએ કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને ફેકલ્ટી ડોક્ટર અભય નલાવાડે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે.

હવે સવાલ એ છે કે…

જે શિક્ષકો પોતે જ નકલી હોય, તેમના હાથમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહી શકે?

દસ લાખની લાંચથી રિપોર્ટ પોઝિટિવ કરાવવાનો આ ખેલ સામે આવતા જૂનાગઢના શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી છે.

હવે CBIની તપાસમાં આ નકલી શિક્ષકો પાછળનું આખું નેટવર્ક કેટલું મોટું છે, તે સામે આવે છે કે નહીં… તેના પર સૌની નજર છે