Advertisement

યુવા સંશોધકોના વિચારોને મળ્યું ગતિબળ — એસ.પી.યુનિવર્સિટી ખાતે નવીન વિચારથી પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ અને IPR સુધીની યાત્રાને મજબૂતી.

યુવા સંશોધકોના વિચારોને મળ્યું ગતિબળ — એસ.પી.યુનિવર્સિટી ખાતે નવીન વિચારથી પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ અને IPR સુધીની યાત્રાને મજબૂતી.

વલ્લભ વિદ્યાનગર:  સરદાર પટેલ યુનિવર્સિટીના એસ.પી.યુ.–એસ.એસ.આઈ.પી.–નવાધારા એકમ ખાતે યોજાતી માસિક સમિતિ બેઠક યુવા સ્ટાર્ટઅપ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થતી હોય છે.


જેમાં આ મહીને પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ હેઠળ કુલ ૯ પ્રોજેક્ટ્સનું નિષ્ણાત સમિતિ દ્વારા મૂલ્યાંકન કરિયા બાદ ૩ નવીન સ્ટાર્ટઅપ વિચારોને તેમની ગુણવત્તા અને નવીનતા ને ધ્યાનમાં રાખી કુલ રૂ.૧,૭૫,૦૦૦ ની આર્થિક સહાય મંજુર કરી તેમને પ્રયોગાત્મક તબક્કે આગળ વધારવાનો માર્ગ સુગમ બનાવાયો છે.


પસંદ થયેલા પ્રોજેક્ટ્સમાં બી.જે.વી.એમ કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા બાયો બોટલ ક્રાફ્ટ કૃષિ કચરાને મૂલ્યવર્ધિત કરી પર્યાવરણમૈત્રી કાગળની બોટલોમાં રૂપાંતરિત કરતી નવીન પહેલ નો સમવેશ થાય છે. સાથે એસ.પી.યુ ફાર્માસ્યુટિકલ વિભાગના ફેકલ્ટી દ્વારા ફેફસાંના ગંભીર રોગો માટે વધુ અસરકારક દવા પહોંચાડવાની અદ્યતન પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે, જે સારવારને વધુ અસરકારક બનાવી આડઅસરો ઘટાડે છે અને દર્દીઓના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો લાવે છે. તેમજ આણંદ કોમર્સ કોલેજ, ના બી.બી.એ ના વિદ્યાર્થીઓ ધ્વારા પેકેજિંગ ક્ષેત્રમાં સુરક્ષિત અને ટકાઉ ઉકેલ પૂરું પાડતો નવીન ડિઝાઇન આધારિત બોક્સનો સમાવેશ થાય છે.


તે જ સાથે, બૌદ્ધિક સંપત્તિ અધિકાર સમિતિ સમક્ષ કુલ ૬ અરજીઓ રજૂ થઈ હતી, જેમાંથી અરજીઓને પેટન્ટ અને કૉપિરાઇટ માટે મંજૂરી આપવામાં આવી છે. આ અરજીઓમાં હર્બલ નેનો ફોર્મ્યુલેશન, અદ્યતન નેનો ફિલ્ટ્રેશન ટેક્નોલોજી, પાણી શુદ્ધિકરણ માટેના વૈજ્ઞાનિક ઉકેલો, બેલેન્સ બોડ ગેમ, 

રક્ષક ઘડિયાળ તેમજ બાળકો માટે આરોગ્ય અને વેલનેસ આધારિત શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ થાય છે.


શૈક્ષણિક, ઉદ્યોગ, નાણાકીય અને બૌદ્ધિક સંપત્તિ ક્ષેત્રના નિષ્ણાતોની હાજરીમાં યોજાતી આ બેઠક યુવાનોને તેમના સંશોધનને વાસ્તવિક જીવનમાં ઉતારવાની પ્રેરણા મળે છે, સાથે તેમના વિચારોથી પરિણામ સુધીની સ્પષ્ટ દિશા નિર્માણ પામે છે.

Advertisement