Advertisement

યુદ્ધની અસર: UAE-ઓમાનના બંદરો પર ગુજરાતીઓના 5000થી વધુ કન્ટેનર અટવાયા, વેપારમાં મોટો ઝટકો

યુદ્ધની અસર: UAE-ઓમાનના બંદરો પર ગુજરાતીઓના 5000થી વધુ કન્ટેનર અટવાયા, વેપારમાં મોટો ઝટકો

  1. ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના કારણે યુએઈ અને ઓમાનના બંદરો પર ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો અટવાઈ ગયા છે, જેના કારણે એક્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
  2. કન્ટેનરો પરત લાવવા માટે એક્સપોર્ટરોને અંદાજે રૂ. 275 કરોડનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, જ્યારે ગારમેન્ટ ઉદ્યોગને જ આશરે રૂ. 1500 કરોડનો ફટકો પડ્યો છે.
  3. ખોરફક્કન પોર્ટ પર 800થી વધુ રેફ્રિજરેટેડ કન્ટેનરો માટે પૂરતા ઈલેક્ટ્રિક પ્લગ્સ ન હોવાને કારણે માલ બગડવાની ભીતિ ઉભી થઈ છે, જેમાં ફળ, શાકભાજી અને સી ફૂડ જેવા ઉત્પાદનો સામેલ છે.
  4. યુદ્ધ લંબાશે તો કેસર કેરી સહિત કૃષિ નિકાસ પર પણ ગંભીર અસર પડશે, જેથી ખેડૂતો અને વેપારીઓને વધુ નુકસાન થવાની શક્યતા છે.
Advertisement