Advertisement

વોર્ડ નં. 12માં સંપર્ક અભિયાન તેજ, ઉમેદવારો મતદારો સુધી પહોંચ્યા

વોર્ડ નં. 12માં સંપર્ક અભિયાન તેજ, ઉમેદવારો મતદારો સુધી પહોંચ્યા


આણંદ શહેરના વોર્ડ નં. 12માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા સંપર્ક અભિયાન હવે વધુ તેજ બન્યું છે. ઉમેદવારો ડોર-ટુ-ડોર મુલાકાતો કરી મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પોતાના વિકાસના મુદ્દાઓ તેમજ યોજનાઓ વિશે જાણકારી આપી રહ્યા છે. વિસ્તારોમાં ફરતા ઉમેદવારો લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સ્થાનિક નાગરિકોમાં પણ ચૂંટણી પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉમેદવારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે વોર્ડમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે.

Advertisement