Advertisement

વોર્ડ 8માં ભાજપનો વિશ્વાસ અભિયાન જનતા સુધી પહોંચવાનો પ્રયાસ તેજ

વોર્ડ 8માં ભાજપનો વિશ્વાસ અભિયાન જનતા સુધી પહોંચવાનો પ્રયાસ તેજ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 8માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિશ્વાસ અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તેઓ ઘેરેઘેર જઈને જનતાને વિકાસ કાર્યો, ભવિષ્યની યોજનાઓ અને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કરી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધીને તેઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ અભિયાન દરમિયાન વોર્ડના વિવિધ વિસ્તારોમાં જનસમર્થન પણ જોવા મળી રહ્યું છે, જ્યાં નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. યુવા, મહિલાઓ તેમજ વડીલો પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, જે ભાજપ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે. પક્ષના આગેવાનોનો વિશ્વાસ છે કે આ પ્રકારના વ્યાપક જનસંપર્કથી આવનારી ચૂંટણીમાં પક્ષને મજબૂત જીત મળશે.

Advertisement