કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર દ્વારા મતદારો સુધી સીધો સંપર્ક સાધવા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવાર સાથે કાર્યકરોની ટીમ વિસ્તારોમાં ફરી રહી છે અને ઘરેઘરે જઈને સરકારના વિકાસ કાર્યો તથા પક્ષની યોજનાઓ વિશે માહિતગાર કરી રહી છે.
પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉમેદવારએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના મુદ્દા અને જનસમર્થનના આધારે ભાજપને વોર્ડ નંબર 13માં બહુમતી મળશે. આ સાથે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે.