વલસાડમાં હિંગનો મોટો જથ્થો જપ્ત | સવાલોના ઘેરામાં Everest હિંગ!
“જે હિંગને આપણે પ્રીમિયમ ક્વોલિટી માનીને સીધી રસોડાની ડબ્બીમાં પહોંચાડીએ છીએ…
એ જ હિંગનો હજારો કિલોનો જથ્થો સરકારી તંત્રએ જપ્ત કર્યો છે!”
વલસાડના ઉમરગામમાં Food & Drug વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
એવરગ્રીન કંપનીમાં દરોડા દરમિયાન Everest બ્રાન્ડની હિંગનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
વિભાગે કુલ 4,667 કિલોગ્રામ હિંગ જપ્ત કરી છે,
જેની કિંમત અંદાજે ₹26.81 લાખ હોવાનું સામે આવ્યું છે.
પરંતુ હવે સૌથી મોટો સવાલ…
આ હિંગમાં એવું શું છે કે વિભાગે આટલો મોટો જથ્થો જપ્ત કરવો પડ્યો?
હાલ તેનો જવાબ કોઈ પાસે નથી.
કારણ કે જપ્ત કરાયેલી હિંગના સેમ્પલ રાજકોટની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
એટલે અત્યારે હિંગને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં.
પરંતુ જે બ્રાન્ડની હિંગને લોકો વર્ષોથી પ્રીમિયમ ક્વોલિટી માનીને પોતાના રસોડામાં ઉપયોગ કરે છે, એ જ બ્રાન્ડની હિંગનો આટલો મોટો જથ્થો જપ્ત થતાં ચોક્કસપણે સવાલો ઊભા થયા છે.
હવે સૌની નજર રાજકોટની લેબોરેટરીના રિપોર્ટ પર છે.
કારણ કે રિપોર્ટ જ નક્કી કરશે…
હિંગ ખરેખર ગુણવત્તાના માપદંડો પર ખરી ઉતરે છે કે પછી આ જથ્થા પાછળ કંઈક બીજું જ રહસ્ય છુપાયેલું છે?
હાલ માટે હિંગ જપ્ત છે…
અને જવાબ લેબોરેટરીના રિપોર્ટમાં બંધ છે!