Advertisement

વિદ્યાનગરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ: બે બાળકો અને એક મહિલા ગંભીર દાઝ્યા

વિદ્યાનગરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ: બે બાળકો અને એક મહિલા ગંભીર દાઝ્યા

વિદ્યાનગરમાં 22 ગામ સ્કુલ પાસે મકાનમાં શનિવારે બપોરે રાંધણ ગેસના બોટલમાં એકાએક આગ લાગી હતી.ત્યારે આગ લાગતા બે બાળકો અને એક મહીલા ગંભીર રીતે દાઝી ગયા હોવાથી 108માં સારવાર માટે લઇ જવાયા હતા.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી.

આ બનાવ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરાતા લશ્કરોની ટીમો દોડી જઇને આગ ઓલવી દેતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ આણંદ જીલ્લામા આગ લાગવાના બનાવો વધી રહ્યા છે.ત્યારે આણંદ વિધાનગર રોડ ઉપર આવેલ 22 ગામ સ્કૂલ પાસે રહેતા પુનમભાઈ મોચીના મકાનમાં રાંધણ ગેસના બોટલની પાઈપ લીકેજ હોવાથી એકાએક આગ ફાટી નિકળી હતી.

આ સમયે ગેસનો બાટલો ધડાકાભેર ફુટતાની ધરમાં રહેલા બે બાળકો અને એક મહીલા ગંભીર રીતે દાઝી ગયા હતા.બીજી તરફ આગ લાગતા આજુબાજુ વિસ્તારના રહીશો બચાવ કામગીરીઓ માટે દોડી આવ્યા હતા.જો કે રહીશોએ તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડ,108ની ટીમોને જાણકરાઇ હતી.જેના પગલે આણંદ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી.

તેમજ આગમાં ગંભીર રીતે દાઝેલા 2 બાળકો,એકમહીલાને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડાયા હતા.

Advertisement