Advertisement

વડોદરાના ગોરવા વિસ્તારમાં નર્સની છેડતીનો મામલો: રાત્રે અંધારામાં હરકત કરનાર ડિલિવરી બોય ઝડપાયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં નર્સની છેડતીનો મામલો: રાત્રે અંધારામાં હરકત કરનાર ડિલિવરી બોય ઝડપાયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 30 વર્ષની મહિલાની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયને પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ મહિલા રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે મોબાઇલ પર વાત કરતી પોતાની બહેનપણીને ચાવી આપવા જઈ રહી હતી ત્યારે પાછળથી બાઇક પર આવેલ વ્યક્તિએ તેની સાથે શારીરિક અડપલા કરી ભાગી ગયો હતો. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસએ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં આરોપી ફૂડ ડિલિવરી બોય હોવાનું સામે આવ્યું હતું. બાઇકના નંબરના આધારે પોલીસે અમિત નટુભાઈ પઢિયાર (ઉં.વ. 38, રહે. શંકર પાર્ક સોસાયટી, દિવાળીપુરા)ને ઝડપી પાડી તેની બાઇક કબજે કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisement