પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન માલવહન અને આવક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં ખાસ કરીને ખાતર (ફર્ટિલાઇઝર) લોડિંગમાં 129.54 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. દહેજ રેલવે સ્ટેશન પરથી ફર્ટિલાઇઝરના રેક લોડિંગમાં ગયા વર્ષની સરખામણીએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં 88 રેકથી વધીને આ વર્ષે 202 રેક સુધી પહોંચ્યું છે. સાથે જ જિપ્સમ અને કાસ્ટિક સોડા જેવી ચીજવસ્તુઓના લોડિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે, જેના કારણે રેલવેની કુલ આવકમાં પણ મહત્વપૂર્ણ વધારો થયો છે.
વડોદરા રેલવેમાં ખાતર લોડિંગમાં 129.54%નો જબરદસ્ત ઉછાળો