Advertisement

વડોદરા કલેક્ટર કચેરીએ આંગણવાડી બહેનોનો હલ્લાબોલ: તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર

વડોદરા કલેક્ટર કચેરીએ આંગણવાડી બહેનોનો હલ્લાબોલ: તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર

1. આંગણવાડી બહેનોની હડતાલ
વડોદરા સહિત રાજ્યભરમાં આંગણવાડીની બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગઈ છે.

2. કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
સેંકડો બહેનો વડોદરા કલેક્ટર કચેરીએ ભેગી થઈ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવી આવેદનપત્ર સુપ્રત કર્યું.

3. મુખ્ય માંગણીઓ શું છે?
મોબાઈલ એપ આધારિત કામમાં મુશ્કેલીને કારણે નવા મોબાઈલની માંગણી, તેમજ લઘુતમ વેતન, પગાર વધારો અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ ઉઠાવી.

4. લાંબા સમયથી અવગણના
આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેઓ વર્ષોથી કામ કરે છે, છતાં તંત્ર દ્વારા તેમની માંગણીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

5. કામગીરી પર અસર
હડતાલને કારણે છેલ્લા કેટલાક દિવસોથી આંગણવાડીની કામગીરી પર સીધી અસર પડી છે.

6. અગાઉ પણ થયો વિરોધ
આ પહેલા સયાજી બાગ ખાતે પણ બહેનોએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ હવે કલેક્ટર કચેરીએ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.

Advertisement