Advertisement

વડોદ કેળવણી મંડળ સંચાલિત પટેલ એમ.એસ. હાઇસ્કૂલ, વડોદનું માર્ચ-2026 ના ધોરણ-10 (S.S.C) નું 88.80 ટકા પરિણામ

વડોદ કેળવણી મંડળ સંચાલિત પટેલ એમ.એસ. હાઇસ્કૂલ, વડોદનું માર્ચ-2026 ના ધોરણ-10 (S.S.C) નું  88.80 ટકા પરિણામ

આણંદ, બુધવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 


 વડોદ કેળવણી મંડળ સંચાલિત પટેલ એમ.એસ. હાઇસ્કૂલ, વડોદ દ્વારા માર્ચ-2026 ના ધોરણ-10 (S.S.C) ની બોર્ડ પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરવામાં આવ્યું છે. શાળાનું આ વર્ષે 88.80% જેટલું ઊંચું પરિણામ હાંસલ કર્યું છે.


આ વર્ષે શાળામાંથી કુલ 134 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 119 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. જેમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

શાળાના તેજસ્વી તારલાઓમાં શાળા કક્ષાએ રૂચિતા પ્રશાંતકુમાર ચાવડા 93.83% (A1 ગ્રેડ) સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. જ્યારે પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ છાસટિયા 90.16% (A1 ગ્રેડ) સાથે બીજા ક્રમે, સંદીપકુમાર વિજયસિંહ છાસટિયા 89.33% સાથે ત્રીજા ક્રમે, મિતસિંહ હરિસિંહ પરમાર 87.83% સાથે ચોથા ક્રમે અને હાર્દિક મહેન્દ્રસિંહ રાઠોડ 86.50% સાથે પાંચમા ક્રમે ઉત્તીર્ણ થયા છે. 


વિદ્યાર્થીઓની આ સફળતા બદલ વડોદ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી ગોપાલભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement