Advertisement

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 41° પાર, ચરોતરમાં ગરમીથી હાલાકી

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 41° પાર, ચરોતરમાં ગરમીથી હાલાકી

ચરોતર વિસ્તારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. વાતાવરણમાં ભેજ માત્ર 12થી 15 ટકા સુધી ઘટી જતાં ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા સૂકા અને ગરમ પવનને કારણે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સતત ચાર દિવસથી તાપમાન ઊંચું રહેતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને બપોરના સમયે ચરોતરના રસ્તાઓ સુમસામ બન્યા છે.


આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ અનુસાર મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. વર્ષ 2015 પછી પ્રથમ વખત માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રી પાર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આગામી 3 દિવસ સુધી સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જેથી હીટવેવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement