Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણીમાં કડક નિયમો લાગુ, ઉમેદવારી સમયે માત્ર 3 વાહનો અને 5 લોકોને જ મળશે પ્રવેશ

ઉમરેઠ પેટા ચૂંટણીમાં કડક નિયમો લાગુ, ઉમેદવારી સમયે માત્ર 3 વાહનો અને 5 લોકોને જ મળશે પ્રવેશ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 અંતર્ગત આણંદ જિલ્લામાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભીડ નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ હુકમ જાહેર કરવામાં આવ્યો છે.

આ હુકમ મુજબ ઉમેદવારી નોંધાવવા આવતા ઉમેદવાર અથવા રાજકીય પક્ષો માત્ર ત્રણ જ વાહનોને ચૂંટણી અધિકારીની કચેરીથી 100 મીટરની અંદર લઈ જઈ શકશે. સાથે જ ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કચેરીમાં ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે, જેથી અનાવશ્યક ભીડ ટાળી શકાય.

જોકે Z+ સુરક્ષા ધરાવતા વડાપ્રધાન અને અન્ય અગ્રણીઓને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમો 6 મે 2026 સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement