Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણીમાં હજુ સુધી એકપણ ઉમેદવારી નોંધાઈ નહીં, 7 ઉમેદવારો દ્વારા 18 ફોર્મ લેવાયા

ઉમરેઠ પેટા ચૂંટણીમાં હજુ સુધી એકપણ ઉમેદવારી નોંધાઈ નહીં, 7 ઉમેદવારો દ્વારા 18 ફોર્મ લેવાયા

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે. ચૂંટણી અધિકારી દ્વારા 30 માર્ચથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ઉમેદવારી સ્વીકારવામાં આવી રહી છે.

ઉમેદવારીના બીજા દિવસે ચાર ઉમેદવારો દ્વારા કુલ 11 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે, જ્યારે પહેલા દિવસે ત્રણ ઉમેદવારો દ્વારા સાત ફોર્મ લેવાયા હતા. આ રીતે અત્યાર સુધીમાં કુલ સાત ઉમેદવારો દ્વારા 18 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે.

જોકે, અત્યાર સુધી એકપણ ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભર્યો નથી, જે નોંધપાત્ર બાબત છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ જાહેર રજાઓ સિવાય 6 એપ્રિલ સુધી સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

Advertisement