Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી પૂર્વે કડક દેખરેખ: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતનું ચેકપોસ્ટ પર આકસ્મિક નિરીક્ષણ

ઉમરેઠ પેટા ચૂંટણી પૂર્વે કડક દેખરેખ: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતનું ચેકપોસ્ટ પર આકસ્મિક નિરીક્ષણ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડક ચેકિંગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ મત વિસ્તારમાં પ્રવેશતા મુખ્ય ચેકપોસ્ટો લાલપુરા, પણસોરા અને ચીખોદરા ચોકડી ખાતે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વાહનોની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. આ કામગીરીનો હેતુ ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી ચૂંટણીને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાનો છે.

ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે આ ચેકપોસ્ટો પર અચાનક મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવતી કામગીરી અને રજીસ્ટરની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે સૂચના આપી હતી કે ચેકિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ અનાવશ્યક તકલીફ ન પડે, નમ્રતા સાથે વાહનોની તપાસ કરવામાં આવે અને શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરીને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

Advertisement