Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી 2026 : આજે 30 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ — રાજકીય માહોલ ગરમાયો!

ઉમરેઠ પેટા ચૂંટણી 2026 : આજે 30 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ — રાજકીય માહોલ ગરમાયો!

આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 ની જાહેરાત કરવામાં આવી છે. 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું જાહેરનામું તા. 30 મી માર્ચ સોમવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ હશે અને તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી મતદાન યોજાશે, ત્યારબાદ તારીખ 04 મે સોમવારના રોજ મત ગણતરી યોજાશે, તેમ 111 - 

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી જે.એસ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement