ઉમરેઠ ગેટ પાસે ધોળા દિવસે અચાનક પડ્યો મોટો ભુવો…

ઉમરેઠ ગેટ પાસે ધોળા દિવસે અચાનક પડ્યો મોટો ભુવો…

ઉમરેઠ ગેટ પાસે ધોળા દિવસે અચાનક પડ્યો મોટો ભુવો… અને ભુવો પડ્યો એવી જગ્યાએ કે જ્યાંથી રોજ લોકોની અવરજવર થાય છે!


ઉમરેઠ ગેટ પાસે આવેલા નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં મેટ્રો મોબાઈલ દુકાનના પગથિયાં નીચે ગટર બોક્સ નજીક અચાનક જમીન બેસી જતાં ઊંડો ભુવો પડી ગયો.


ધોળા દિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ચિંતા ફેલાઈ હતી.

ભુવો વધુ મોટો ન બને અને કોઈ રાહદારી કે ગ્રાહક અકસ્માતે તેમાં ન પડે તે માટે દુકાનદારે તાત્કાલિક પૂઠા અને બેનરો લગાવી સ્થળને સુરક્ષિત કર્યું.


ઘટનાની જાણ થતાં નગરપાલિકાની દબાણ શાખાના નીતિનભાઈ પટેલ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ફોટોગ્રાફી સાથે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી.


ત્યારબાદ ચીફ ઓફિસર બીજલબેન પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ભુવાનું નિરીક્ષણ કર્યું.


હવે સવાલ એ છે કે જમીન અચાનક કેમ બેસી ગઈ? ગટર બોક્સની આસપાસની સ્થિતિ શું છે? અને બાંધકામની મજબૂતી કેટલી છે?


આ તમામ બાબતોની તપાસ માટે સ્ટેબિલિટી કન્સ્ટ્રક્શન એન્જિનિયરને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે.


ચીફ ઓફિસરે નગરપાલિકાના એન્જિનિયરને સ્થળ તપાસ કરીને આગામી બે દિવસમાં સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.


હાલ તો તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે…

પણ આ ભુવો માત્ર જમીન બેસી જવાની ઘટના છે કે પછી બાંધકામ અને ગટર વ્યવસ્થામાં કોઈ મોટી ખામી તરફ ઈશારો કરે છે?

તેનો જવાબ હવે સ્ટેબિલિટી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.