ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના નેતાઓ દ્વારા આ બેજટની વધાવવામાં આવી રહ્યું છે ત્યારે વિપક્ષ બજેટને નિરાશાજનક ગણાવીને તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે બજેટમાં ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી (AAP) ના જામજોધપુરના ધારાસભ્ય (Jamjodhpur MLA) હેમંત ખવા (Hemat Khava) એ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેઓ પોતે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા ગૃહ (Assembly House) પહોંચતા સુરક્ષાકર્મીઓ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.
AAP ધારાસભ્ય હેમંત ખવા (AAP MLA Hemat Khava) ટ્રેક્ટર લઈને પહોંચ્યા
ધારાસભ્ય હેમંત ખવા (Hemat Khava) જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભાના ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે ટ્રેક્ટરને અંદર જવાની મંજૂરી ન આપી અને ધારાસભ્યને રસ્તામાં જ અટકાવી દીધા હતા. આ સમયે ધારાસભ્ય અને પોલીસ સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન હેમંત ખવા અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી.ખેડૂતો અને ગામડાઓ સાથે અન્યાયનો આક્ષેપ
ધારાસભ્ય હેમંત ખવા (Hemat Khava) એ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ બજેટમાં ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતામાં જગતના તાતને કોઈ નક્કર લાભ મળ્યો નથી. ગામડાન મહત્વના મુદ્દે સરકારે ગ્રામીણ જનતા સાથે અન્યાય કર્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે બજેટમાં ખેડૂતને કોઈ લાભ મળ્યો નથી.
વિપક્ષના સરકારને ઘેરવાના પ્રયાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો દ્વારા ખેડૂતોના દેવા માફી અને વીજ સહાય જેવા મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. હેમંત ખવાના આ ટ્રેક્ટર આંદોલને આજે વિધાનસભા સંકુલમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.